About Me

સંદીપ અરવિંદ બારોટ, બ્રાહ્મણ, ૧૯૭૮, ગુજરાતી.

અમદાવાદ શહેર ના રાયપુરમાં મારો જન્મ થયો અને અભ્યાસ સેંટ. ઝેવિયર્સ, ગાંધીનગર થી પૂરો કરી હું અમદાવાદ પાછો આવ્યો અને વારસામાં મળેલા કલાકાર જીવને પ્રોત્સાહન મળ્યું જ્યારે શોખ કમાણી નો સ્ત્રોત બન્યો.

આપે મારા વિશે જાણવા અહી ક્લિક કર્યું તે બદલ ખૂબ આભાર. એક પણ પળ એવી નથી હોતી કે હું કંઈક નવું કરવા વિશેના વિચારમાં ના હોઉં. આમ કરતાં કરતાં સમય ઓછો પડે છે અને એટલુ બધું કલાક્ષેત્રે આપી ચૂક્યો છું કે મને પણ યાદ નથી કે મેં ક્યાં ક્યાં મારૂ યોગદાન આપ્યું છે. આજે જ્યારે તમે મારા વિશે જાણવા માટે આ વાંચી રહ્યા છો ત્યારે હું કંઈક નવું અસ્તિત્વમાં લાવવા માટે વિચાર કરતો હોઈશ અથવા સ્કેચ કરતો હોઈશ અથવા ઈન્ટરનેટ પર કંઈક જોતો અથવા વાંચતો હોઈશ કે પછી કોઈ મહાનુભવ સાથે ચર્ચા કરતો હોઈશ.

મને મળવા માટે આપ મારા કાર્યાલય પર આવી શકો છો. મને નવા લોકો ને મળવુ અને વાત કરી ગમે છે. નવી જગ્યાઓ એ મુસાફરી કરવી અને તે સ્થળનો ઈતિહાસ જાણવો એ મારો ગમતો વિષય છે. મારા સફળ પ્રયાસોનું લિસ્ટ અહીં મૂકી રહ્યો છું. મારી સફળતામાં જે મિત્રો અને મહાનુભવોએ મદદ કરી છે તેમનો હું ખૂબ આભારી અને ઋણી છું.

Founder
The Final Story (Sole Proprietorship)
Brand Building • Film Production • Event Planning • Venue Decor
Ahmedabad , India • Link to Facebook > Click here.

Co-Founder
Chirag Creations
Venue Decoration & Special Venue / Stage Entry
Ahmedabad, India. Link to Facebook > Click here.

Co-Founder
GujaratiFilms.in
A Galaxy of Gujarati Stars
Gujarat, India. Link to Facebook > Click here.